લોકસમસ્યાઓ સાંભળીને સરકાર સામે લડત મંડાશે: જગદીશ ઠાકોર અમદાવાદ તા.28 : ગુજરાત કોંગ્રેસ ગુજરાતના સ્થાપના દિન-1લી મેથી સમગ્ર રાજયમાં તાલુકે તાલુકે ‘જનમંચ’ કાર્યક્રમની શરૂઆત કરશે એવી જાહેરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકારે કરી છે. ગુજરાતના યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડૂતો, પીડિતો, વંચિતો, શોષિતોને પોતાની વાત, સમસ્યા અને પ્રશ્નો સહિત કોઈપણ ફરિયાદના અવાજને બુલંધ કરવા, મંચ આપવાનું ‘જનમંચ’ પ્લેટફોર્મ બનશે.