અમદાવાદ: એડહોક બેઝીઝ કે કરાર આધારિત નિમણૂંક પામનાર કર્મચારી નોકરીમાં કાયમી થવાનો અધિકાર કરી શકે નહી.
ગુજરાત વિદ્યાપીઠમાં એડહોક બેઝીઝ અને કરાર આધારિત નિમણૂંક પામેલા કેટલાક કર્મચારીઓએ નોકરીમાં તેમને અક્ષ્ટેન્શન નહી આપી હકાલપટ્ટી કરાતાં હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને તેઓને નોકરીમાં કાયમી કરવાની માંગણી કરી હતી. જો કે, હાઇકોર્ટે આ એડહોક કર્મચારીઓને અપીલ ફગાવી દીધી હતી અને સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદાઓને ધ્યાનમાં લઇ સ્પષ્ટપણ ઠરાવ્યું હતું કે, એડહોક બેઝીઝ કે કરાર આધારિત નિમણૂંક પામનાર કર્મચારી નોકરીમાં કાયમી થવાનો અધિકાર કરી શકે નહી.
અરજદાર તરફથી જાહેરહિતની રિટમાં એવા મુદ્દા ઉપસ્થિત કરાયા હતા કે, અરજદારોની તા.૪-૧૦-૨૦૧૧ના રોજ એડહોક બેઝીઝ પર લોઅર ડિવીઝન કલાર્કમાં એક વર્ષ માટે નિમણૂંક થઇ હતી ત્યારબાદ સત્તાવાળાઓ દ્વારા તેને અક્ષ્ટેન્શન આપ્યા કરતા હતા. આખરે તા.૩૧-૧૨-૨૦૧૯ના રોજ તેમને અક્ષ્ટેન્શન અપાયન નહી. એ વખતે લોઅર ડિવીઝન કલાર્કમાં કુલ ૩૬ મંજૂર જગ્યાઓ ભરવાની હતી અને તેમાંથી માત્ર ૧૧ જગ્યાઓ જ ભરાઇ હતી. અરજદારોએ જયારે સળંગ આઠ વર્ષ નોકરી કરી છે અને તેમને જગ્યાનો અનુભવ છે ત્યારે સત્તાવાળાઓએ તેમનેે નોકરીમાં કાયમી કરવા જોઇએ.
ગુજરાત વિદ્યાપીઠ તરફથી અપીલનો વિરોધ કરતાં જણાવાયું કે, આ જ પ્રકારની અપીલો અગાઉ પણ સીંગલ જજે અને હાઇકોર્ટે ફગાવી દીધી છે. સીંગલ જજે સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદાઓને ધ્યાનમાં લઇને સ્પષ્ટપણે ઠરાવ્યું છે કે, અરજદારોની એડહોક બઝીઝ પર અને કરાર આધારિત નિમણૂંક હતી અને તેથી તેમને નોકરીમાં કાયમી થવાનો અધિકાર નથી. કરાર આધારિત કર્મચારીઓને નોકરીમાં કાયમી થવાનો હક મળી જતો નથી. તમે કેટલા લાંબો સમય નોકરી કરી છે તે બાબત તમામ કેસોમાં નોકરીમાં કાયમી થવાનો હક્ક પ્રાપ્ત કરાવતી નથી. ્અરજદારો માત્ર એડહોક અને કરાર આધારિત કર્મચારી હતા, તેનાથી વિશેષ કંઇ નહી.