ગુજરાત રાજ્યના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી રહી છે.. જેને લઈ જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં તેના માટે એક ભવ્ય સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. ત્યારે ગુરુવારે રાત્રીના 10.00 કલાકના અરસામાં અચાનક ટેક્નિકલ ખામીના કારણે સ્ટેજની કમાન વચ્ચેથી તુટી પડી અને આ દુર્ઘટનમાં 1 બાળકીને માથાના ભાગમાં ઇજા પહોંચી હતી.