સુરતની કોર્ટે ફટકારેલી બે વર્ષની સજાને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટમાં પડકારી છે. આ અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં આવતીકાલે સુનાવણી હાથ ધરાશે. ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ હેમંત પ્રચ્છકની કોર્ટમાં હાથ ધરાશે રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી. અગાઉ હાઈકોર્ટના જસ્ટિસ ગીતા ગોપીએ, રાહુલ ગાંધીની અરજી સાંભળવા ઇન્કાર કર્યો હતો.