સૌરાષ્ટ્ર ગુજરાતનું ન.1 ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આ વખતે સીઝનની ધાણાની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે. અંદાજે 2 થી 2.25 લાખ ગુણી ધાણાની આવક નોંધાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ધાણાથી ઉભરાયું હતું. માર્કેટિંગ યાર્ડમાં ધાણાની વિપુલ પ્રમાણમાં આવક નોંધાતા યાર્ડના મેદાનમાં જગ્યા ટૂંકી પડી હતી અને લોકોની દુકાને ધાણા ઉતારવાની ફરજ પડી હતી.
માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા એ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રભર માંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ યાર્ડમાં આવે છે. ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડને પોતાનું માર્કેટિંગ યાર્ડ ગણે છે. આ વખતેની ધાણાની સીઝનમાં રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડ દ્વારા ધાણાની આવકની જાહેરાત કરવામાં આવતા સૌરાષ્ટ્રભરના ખેડૂતો શનિવાર સાંજથી યાર્ડની બહાર લાંબી કતાર લગાવી દેવામાં આવી હતી.યાર્ડની બહાર બંને બાજુ 7 થી 8 કિલોમીટર અને 2000 થી વધુ વાહનોની લાંબી કતાર લગાવવામાં આવી હતી. હરરાજીમાં ખેડૂતોને ધાણા 20 કિલોના ભાવ 900 થી 1800 સુધીના બોલાયા હતા.તેમજ ધાણીના ભાવ1000 થી 2500 સુધીના બોલાયા હતા.
યાર્ડમાં દરરોજ 25 થી 30 હજાર ગુણી ધાણા નિકાલ થાય છે
આ વર્ષે ધાણાની સીઝનમાં ખેડૂતો દ્વારા વિપુલ પાકો તૈયાર કરી ગોંડલ ખાતે માર્કેટ યાર્ડમાં ઠલવાય છે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે ધાણાની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ છે અને હરરાજીમાં દરરોજની 25 થી 30 હજાર ગુણીનો નિકાલો કરવામાં આવે છે. સારી વસ્તુના સારા ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી
સૌરાષ્ટ્રભર માંથી ખેડૂતો પોતાનો માલ વેચવા આવે છે.
ખેડૂતોના માલની સંપૂર્ણ સુરક્ષા આપતું ગોંડલ યાર્ડ અવ્વલ રહ્યું છે સાથે સાથે પોષણક્ષમ ભાવ પણ ખેડુઓને મળતા રહે તે માટે અગ્રેસર હોઈ તેથી જ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્ર ભરના જેમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, જામનગર, મોરબી, ભાવનગર સહિતના જિલ્લાઓ માંથી ખેડૂતો પોતાનો માલ લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેચવા આવતા હોય છે.