Home Videos Latest News Web Story

ટ્રુ કોલર દ્વારા પોતાનું નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું જેમાં માત્ર નામ નહિ પણ તમે કાલ્લ કરનારની સાથે ચેટ પણ કરી શકશો.

ટ્રૂ કોલરમાં આવનારા દિવસો માં વોઈસ આસીસ્ટન્ટ એપ પણ આપવામાં આવશે જેથી સ્પેમ કોલ, સાઈબર ફ્રોડ સામે સુરક્ષા મળશે.

કોલર આઈડીની સુવિધા આપનાર ટુ કોલર એપ હવે સાઈબર ફ્રોડ અને સ્પેમ કોલની વિરૂદ્ધ હવે સુરક્ષા આપશે , સ્પે અને સ્કેમર કોલ બ્લોક કરવાના ઓપ્શન બાદ હવે વોઈસ આસીસ્ટન્ટ લોંચ કરવામાં ટ્રૂ કોલાર ટૂંક સમય માં લોન્ચ કરશે , જેને કોલ સ્ક્રીનીંગ સુવિધા કેહવામાં આવે છે 

વોઈસ આસીસ્ટન્ટ કઈ રીતે કામ કરશે

જો આપ કોઈ કોલ રીસીવ કરો છો તે પેહલા ફોન કરનાર પાસે થી એ જાણી શકશો કે સામે વારી વ્યક્તિએ કેમ કોલ કર્યો છે  ભારતમાં ટ્રુ કોલરના એમડી (ઈન્ડીયા) અને ચીફ પ્રોડકટ ઓફીસર ઋષિત ઝુનઝુનવાલાનાં જણાવ્યા અનુસાર ટ્રુ કોલર વોઈસ આસીસ્ટન્ટ એઆઈ ટેકનીકથી સજજ છે. તેનાથી સ્પેચ કોલ અને સાઈબર ફ્રોડથી બચી શકાય છે. ઋષિતના જણાવ્યા અનુસાર કંપનીએ કેટલાંક વર્ષ પહેલા ઈઝરાયેલી કંપની કોલ હીરોને અધિગ્રહણ કર્યું હતું.

આ નવુ કંપનીનું ફિચર છે આ સુવિધા ઝડપથી દેશમાં શરૂ કરશે . ટ્રુ કોલરે હાલમાં જ એસ.એમ.એસ માટે ફ્રોડ ઓટેકશન લોંચ કર્યું છે. એઆઈ આધારીત આ ફીચરમાં ફ્રોડ કે સ્પેમ મેસેજ પર રેડ નોટીફીકેશનઆપવામાં આવશે . ભૂલથી પણ મેસેજ ખુલી જાય તો તેના લીંક ડીસેબલ કરી શકશે . નોટીફીકેશન ત્યાં સુધી રહેશે જયાં સુધી યુઝર તેને ડીસેબલ ન કરે .ઉલ્લેખનીય છે કે કેટલાંક વર્ષ પહેલા સેનાના જવાનોએ પોતાના મોબાઈલ પરથી ટ્રુ કોલર સહીત અનહેક એપ હટાવવાની વાત કરી હતી. 

ટ્રુ કોલર એ ભરોસો કેવી રીતે હાંસલ કર્યો?

જેથી ઉલટુ આજે અનેક સરકારી સંસ્થાન ટ્રુ કોલરની ડિરેકટરીમાં લિસ્ટેડ છે.આ ભરોસો કેવી રીતે હાંસલ કર્યો?  તે વખતે સેનાને લાગ્યુ હતું કે આ ચીની એપ છે.જયારે ખરેખર તો આવુ નથી. અમે સેના અને સરકાર સાથે વાત કરી, અને તેના  બાદમાં બન્ને માની ગયા હતા. એપના હોમ પેજ પર મેડ ઈન સ્વીડન એન્ડ ઈન્ડીયા લખાયેલું આવે છે



Tags: call , truecaller