Home Videos Latest News Web Story

ભાવનગરના ચકચારી ડમીકાંડના ચાર આરોપીઓ સાત દિવસના રિમાન્ડ પર  

સરકારી નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક થવાના મામલે ચર્ચામાં રહેતા ભાવનગરમાં ગુજરાતના સૌથી મોટા ડમીકાંડનો પર્દાફાશ થયો છે. જેેને કારણે ખળભળાટ મચી ગયો છે. જે કેસમાં ભાવનગર પોલીસે મુખ્ય સૂત્રધાર સહિતના ચાર આરોપીઓની ધરપકડ કરીને સાત દિવસના રિમાન્ડ મેળવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ભાવનગરમાંથી જ છેલ્લા ૧૧ વર્ષથી બોર્ડની પરીક્ષાઓથી માંડીને સરકારી નોકરીની લેખિત પરીક્ષાઓમાં લાખો રૃપિયાના સોદા કરી ડમી ઉમેદવારો બેસાડી ઉમેદવારો-પરીક્ષાર્થીઓને પાસ કરાવવાના કૌભાંડે તંત્ર પર અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. જેમાં આનવારા દિવસોમાં પુછપરછ દરમિયાન અનેક મોટા ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

બોર્ડની પરીક્ષાથી માંડીને, સરકારી નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષા સુધી ડમી પરીક્ષાર્થીઓને બેસાડવામાં કેસના કરોડો  રૃપિયાનો વ્યવહાર થયાના ચોંકાવનારા ખુલાસા

તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા પૂર્વે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ભાવનગરનો અંકિત  લકુમ અને તળાજા તાલુકાના સરતાનપર ગામનો મિલન ઘુઘાભાઈ બારૈયા નામના યુવકો ડમી ઉમેદવાર તરીકે બેસવાના હોવાની બાબતનો ઘટસ્ફોટ કર્યો હતો. જે બાદ ભાવનગર ક્રાઇમ બ્રાંચને આ અંગે  ખાનગીમાં તપાસ સોંપવામાં આવી હતી. જેમાં મિલન બારૈયા નામની  યુવકની પુછપરછ કરતા તેણે  તેણે આ ડમીકાંડ છેલ્લા  ૧૧ વર્ષથી એટલે કે વર્ષ ૨૦૧૨થી   ચલાવવામાં આવતું હતું. જેમાં મુખ્ય સૂત્રધાર શરદ ભાનુશંકરભાઈ પનોત અને   પ્રકાશ  કરશનભાઈ દવે નામના વ્યક્તિઓ  મિલન બારૈયાની મદદથી બોર્ડની પરીક્ષા, કોર્ટમાં પટ્ટાવાળા, એમપીએચડબ્લ્યુ (મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર), સેનેટરી ઈન્સ્પેક્ટર જેવી સરકારી નોકરીમાં ઉમેદવારો પાસેથી બોર્ડની પરીક્ષા માટે અને સરકારી નોકરીની પરીક્ષા માટે લાખો રૃપિયામાં  વહીવટ કરી તેમની હોલટિકિટ, આધારકાર્ડમાં લેપટોપમાં ફોટોશોપના માધ્યમથી  બદલીને  ફોટાગ્રાફ સાથે ચેડા કરતા હતા. ત્યારબાદ તે  ડમી ઉમેદવારોને પરીક્ષા ખંડમાંબેસાડીને સુવ્યવસ્થિત રીતે સમગ્ર કૌભાંડને ચલાવતા હતા..આ કેસમાં પોલીસે મુખ્ય સુત્રધાર  શરદ પનોત, અને  પ્રકાશ  દવે ઉપરાંતક, બળદેવ રાઠોડ અને પ્રદીપ બારૈયાની ધરપપકડ કરીને તમામને કોર્ટમાં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડ મેળવીને પુછપરછ શરૃ કરવામાં આવી છે.  પ્રદીપ બારૈયા  ભાવનગર જિલ્લાની જેસર કોર્ટનો ક્લાર્ક હોવાનું જાણવા મળ્યું છે.

આ મહાકૌભાંડમાં મુખ્ય સૂત્રધારો ઉપરાંત ડમી ઉમેદવારો તરીકે પરીક્ષા આપનાર કુલ ૩૬  આરોપીઓ સામે   સામે ભાવનગર એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શીંગરખિયાએ ભાવનગરના  ભરતનગર  પોલીસ સ્ટેશનમાં આઈપીસી ૪૦૬, ૪૧૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦બી અને આઈ.ટી. એક્ટની કલમ ૬૬-ડી મુજબ ગુનો નોંધાવ્યો હતો