Home Videos Latest News Web Story

મહાઠગ કિરણની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. કેમકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં મહાઠગ કિરણ સામે પીએમ ઓ અધિકારીની ઓળખ આપી જી-20 સમિટના બેનર હેઠળ હોટલ હયાતમાં ઈવેન્ટ કરી મોટી ઈવેન્ટ અપાવવાના નામે ઠગાઇ આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.જેમાં ફરિયાદમાં ઈવેન્ટનું ભાડુ, ફ્લાઇટની ટિકિટના નાણા તથા હોટલના રૂમનું ભાડુ મળી 3.51 લાખ રુપિયાની છેતરપિંડી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કિરણ પટેલ સામે અત્યાર સુધીમાં કુલ છ ફરિયાદ દાખલ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના માલિક હાર્દિક નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી .જે મુજબ ફરિયાદમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 29 જાન્યુઆરી 2023ના રોજ કિરણ પટેલે PMOના અધિકારી તરીકેની ઓળખ આપી હતી અને ત્યારબાદ તેણે G-20ના બેનર હેઠળ એક આખી ઇવેન્ટ કરી હતી. જેમાં દોઢ લાખ રુપિયાથી પણ વધુનો ખર્ચ થયો હતો. જો કે કિરણ પટેલે આ ઇવેન્ટના રુપિયા આપ્યા ન હતા.ત્યારબાદ ઠગ કિરણ પટેલે ઇવેન્ટ મેનેજમેન્ટના માલિક હાર્દિકને કહ્યુ હતુ કે કાશ્મીરમાં હું તમને મોટી ઇવેન્ટનું સેટિંગ કરી આપીશ અને તેમાં તમને ખૂબ રુપિયા મળશે. તેને લાલચ આપી કિરણ પટેલ તેને જમ્મુ-કાશ્મીર લઇ ગયા હતા. ત્યાં પણ હોટેલ અને ફ્લાઇટના નાણાં પણ ફરિયાદી હાર્દિકે ચુકવ્યા હતા. આમ બધુ જ મળી કુલ 3.51 લાખ રુપિયાની છેતરપિંડી કિરણ પટેલે આચરતા સમગ્ર મામલે ગુનો નોંધાયો હતો.ત્યારે હવે ક્રાઇમબ્રાંચ આ ગુનામાં પણ કિરણની ધરપકડ કરે તેવી શક્યતા જોવા મળી રહી છે.