અમદાવાદ
પોલીસે કંપનીના ૧૫ કર્મચારીના નિવેદનની કામગીરી હાથ ધરવામાં આવી. એકાઉન્ટન્ટ પાસેથી દસ્તાવેજ મંગાવી ચકાસણી હાથ ધરી હોદ્દેદારોને હાજર રહેવા નોટિસ આપી.
રુપિયા ૪૦ કરોડના ખર્ચ નિર્માણ પામેલા ખોખરા હાટકેશ્વર બ્રિજ ઉપર માત્ર ચાર વર્ષના ટૂંકા ગાળામાં જ ગાબડાં પડતા તંત્રની પોલ ખુલી પડી ગઇ હતી. જે અંગે હાટકેશ્વર બ્રિજ બનાવનારા કોન્ટ્રાકટર અજય ઇન્ફ્રાક્ચરના ડિરેક્ટર સહિત કુલ ૯ લોકો સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જે બાદ આરોપીઓ કૌભાંડીઓ ર્ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી સિવિલ એેન્જીનીયર જિગ્નેશભાઇ શાહએ અજય એન્જી ઇન્ફ્રાક્ચર પ્રા.લી.ના અધિકારીઓ તથા રમેશભાઇ પટેલ તથા રસીકભાઇ અંબાલાલ પટેલ તેમજ ચિરાગકુમાર રમેશભાઇ પટેલ અને કલ્પેશકુમાર રામવંશ પટેલ, મુંબઇના અમિત મુળજીભાઇ ઠક્કર તથા શશીભુષણ મહાબી પ્રસાદ જોગાની અને એસ.જી.એસ ઇન્ડીયા પ્રા.ના અધિકારીઓ સામે ખોખરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં ૪૦ કરોડના ખર્ચ બનેલા હાટકેશ્વર બ્રીજમાં ગાબડા પડતા લોકાની જીંદગી સામે જોખમ ઉભુ થયુ હતું અને આખરે બ્રીજને બંધ કરી દેવાયો હતો. આમ,નબળી કક્ષાનું મટીરીયલ્સ વાપરીને લોકોની જિંદગી જોખમમાં મૂકીને કોન્ટ્રોકટરોએ છેતરપીેંડી અને વિશ્વાસઘાત કર્યો હતો.
પોલીસે રવિવારે બ્રિજના કોન્ટ્રાકટર સહિત આરોપીઓના ઘરે તપાસ કરતા તેઓ ફરાર થયાનું જાણવા મળ્યું હતું.. પોલીસે તમામ લોકોને એક દિવસમાં હાજર રહેવા માટે નોટિસ આપી હતી અને કંપનીના કર્મચારીઓ તથા એકાઉન્ટન્ટ સહિત કુલ ૧૫ લોકોના નિવેદનો લેવાની સાથે દસ્તાવેજની ચકાસણી કરી હતી.