Home Videos Latest News Web Story

અમદાવાદ: મિત્રને બચાવવા વચ્ચે પડેલા યુવકને માથાભારે તત્વોએ મોતને ઘાટ ઉતારી દેતા ખળભળાટ. અદાવત રાખીને ત્રણ શખ્સોએ હુમલો કરતા યુવક બચાવવા બે મિત્રો વચ્ચે પડયા હતાઃ કણભા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી. 

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકાના પસૂંજ ગામમાં રહેતા વિશાલ ઠાકોર નામનો વ્યક્તિએ શનિવારે સવારે તે ગામની સીમમાં કુદરતી હાજતે જઇને પરત આવી રહ્યો હતો. ત્યારે તેમના ગામમાં રહેતા રૃમાલજી ઠાકોરનો જમાઇ રાહુલ ઠાકોર તેની પત્ની સાથે ઝઘડીને ગાળો બોલતો હતો. આ દરમિયાન રાહુલે વિશાલ સામે જોઇને તેને પણ ગાળો બોલી હતી. જેથી વિશાલે તેને તમાચો મારતા રાહુલે તેને જોઇ લેવાની ધમકી આપી હતી.  શનિવારે સાંજના સમયે વિશાલ ગામના ફળિયા પર તેના મિત્ર નટવર ઠાકોર અને સુરેશ ઠાકોર સાથે બેઠો હતો. તે સમયે એક કારમાં રાહુલ ઠાકોર, તેનો પિતરાઇ ચેતન ઠાકોર અને  નંદ મિશ્રા હાથમાં પાઇપ અને ધોકા લઇને આવીને વિશાલને મારવા લાગ્યા હતા. આ સમયે નટવર અને સુરેશ તેને છોડાવવા વચ્ચે પડયા ત્યારે ચેતન અને નંદ મિશ્રાએ નટવરને પકડી રાખ્યો હતો અને રાહુલે તેના પગમાં એક પછી એક એમ અનેક ઘા ઝીંક્યા હતા. જેથી નીચે પટકાયો હતો. આ સમયે આસપાસના લોકો આવી જતા ત્રણેય જણા નાસી ગયા હતા. બીજી તરફ નટવરને ગંભીર હાલતમાં ખાનગી દવાખાને લઇ જવાયો હતો. જ્યાં તબીબોે તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે કણભા પોલીસે  ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.