અમદાવાદ: ઘોડાસરની પરણિતાને ઓઢવનો યુવક ફોન કરીને હેરાન કરતો હોવા અંગે ફરિયાદ થઇ હતી. મહિલા ફોન ઉપર વાતચીત ન કરતા મેસેજ કરી ફોટા વાયરલ કરી બદનામની ધમકી આપી પીછો કરી હેરાન કરતો હતો.
ઘોડાસર વિસ્તારમાં રહેતી એક મહિલાને ઓઢવમાં રહેતો યુવક ફોન કરીને પરેશાન કરતો હતો જો કે . મહિલાએ ફોન પર વાત કરવાની ના પાડતા યુવકે મહિલાના પતિને મળીને ઠપકો આપતા તેણે કહ્યું કે તારાથી જે થાય તે કરી લે, હું તારી પત્ની સાથે પ્રેમ સબંધ ધરાવું છું અમારી વચ્ચે આવીશ તો જાનથી મારી નાખીશ. આ સમગ્ર બનાવ અંગે મણિનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઘોડાસરમાં રહેતા ૨૭ વર્ષના યુવકે મણિનગર પોલીસ સ્ટેશનમાં ઓઢવ નિર્મળ સોસાયટીમાં રહેતા નરેન્દ્ર અંબાલાલ પ્રજાપતિ નામના માથાભારે યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે નરેન્દ્ર ફરિયાદીની પત્ની સાથે સામાન્ય સંપર્કમાં હતો. તે મહિલા ત્રણ વર્ષ પહેલા સિંગરવા ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી જેની બાજુમાં આરોપીની મોબાઇલની દુકાન હતી. જે તે સમયે બન્ને મોબાઇલ સબંધે વાતચીત કરતા હતા. જો કે વર્ષ પહેલા ફરિયાદી સાથે લગ્ન થતાં તેમની પત્ની ઘરેથી કામ કરતી હતી.
ત્યારબાદનરેન્દ્ર ફોન કરીને મહિલાના મળવાની વાત કરતો હતો, અને મોબાઇલ પર વાત કરવા દબાણ કરતો હતો . જો કે ફરિયાદીની પત્નીએ તેની સાથે વાત કરવાની બંધ કરતા તે મેસેજ કરીને ધમકી આપતો હતો કે જો તું ફોન પર વાત નહી કરે તો તારા ફોટા વાયરલ કરીને બદનામ કરીશ. એ બાબતે મહિલાએ પતિને વાત કરતાં પતિએ નરેન્દ્રને ઠપકો આપ્યો હતો જેથી ઉશ્કેરાઇને તેણે ગાળો બોલવા લાગ્યો હતો અને તેણે ધમકી આપી હતી કે તારી પત્નીને મારી સાથે પ્રેમ સબંધ છે અને અમારી વચ્ચે આવીશ તો તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. જે અંગે મહિલાના પતિની ફરિયાદને આધારે મણિનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.