Home Videos Latest News Web Story

ગ્લોબલ આઈકન અને જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરાથઈ  સૌ કોઈ પરિચિત છે.. માત્ર ભારતમાં જ નહીં  પણ વિદેશમાં પણ તેણે પોતાની આવડતથી સાબિત કર્યું  છે કે ભારતમાં તેની ઓળખ 'દેશી ક્વીન' ની કેમ છે.? આ દિવસોમાં તે તેની વેબ સીરિઝ 'સિટાડેલ'ને લઈને ખૂબ ચર્ચામાં છે..

તેણે તાજેતરમાં એક મહત્વનો ખુલાસો કર્યો કે જેમાં  તેણે વર્ષો પહેલા જે પીડા સહન કરી હતી તેનું વર્ણન કર્યું હતું, પ્રથમ વાર  તેણે પોતાના ઇંડા (સ્ત્રીબિજ)ને ફ્રીઝ કરવાના નિર્ણય કરવાની બાબત  અને તે દરમિયાન તેમને જે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો  તેના વિશે મન ખોલીને વાત કરી છે.

બોલિવૂડથી હોલિવૂડની સફર કરી ચૂકેલી પ્રિયંકા ચોપરાનું ઘર ગયા વર્ષે ગુંજતું હતું. પ્રિયંકા ચોપરાએ 2018માં અમેરિકન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. જ્યારે તેમની પુત્રી માલતીનો જન્મ સરોગસી દ્વારા થયો હતો. તાજેતરના પોડકાસ્ટમાં પ્રિયંકાએ કહ્યું  કે ઇંડા(સ્ત્રીબિજ)ને ફ્રીઝ કરવાની પ્રક્રિયા સરળ નથી. આ માટે તેણે મહિનાઓ સુધી ઈન્જેક્શન લેવા પડ્યા હતા.

પ્રિયંકાએ માત્ર 30 વર્ષની ઉંમરે પોતાના સ્ત્રીબિજ ફ્રીઝ કર્યા હતા. પોડકાસ્ટમાં તેણે જણાવ્યું કે તેની માતાએ જ તેને આ કરવા માટે સલાહ આપી હતી. પ્રિયંકા ચોપરાના માતા ગાયનેકોલોજિસ્ટ છે. તે માનતા હતા  કે 35 વર્ષ પછી મહિલાઓને માતા બનવા માટે ઘણી મુશ્કેલીઓનો પડે છે. જેથી ભવિષ્યમાં બાળક માટે કોઈ સમસ્યા ન હોવી જોઈએ,  માટે પ્રિંયકાએ સમગ્ર તબીબી પ્રક્રિયા દ્વારા 30 વર્ષની ઉંમરે જ તેના સ્ત્રીબિજ ફ્રીઝ કરી લીધા હતા. 

તેણે  કહ્યું કે , 'ઈંડાને ફ્રીઝ કરવાની પ્રક્રિયા ખૂબ જ પીડાદાયક હતી. હું તે સમયે 'ક્વોટિંકો'નું શૂટિંગ કરતી હતી. તે દરમિયાન મેં મહિનાઓ સુધી અનેક ઈન્જેક્શન લીધાં હતાં. આને કારણે, હું હંમેશાં પેટના ફૂલવાની મુશ્કેલી થતી  હતી. ઈન્જેક્શન લેવાને કારણે શરીરમાં હોર્મોનલ ચેન્જીસ પણ થયા હતા..

પ્રિયંકાએ એમ પણ કહ્યું કે મને હંમેશા બાળકો ખૂબ ગમતા હતા. હું માતા બનવા માંગતી હતી કારણ કે મને બાળકો પ્રત્યે ઊંડો લગાવ  પણ છે. મેં યુનિસેફમાં બાળકો સાથે ઘણો સમય  વિતાવ્યો છે અને જ્યારે મેં એગ્સ ફ્રીઝ કરાવ્યા ત્યારે મારા લગ્ન પણ થયા ન હતા અને હું નિકને ડેટ પણ કરતી ન હતી. ઇંડા ફ્રીઝ કર્યા પછી, મને ઘણી સ્વતંત્રતાનો અનુભવ થયો,  કારણ કે ક્યાંક મારે મ કારકિર્દીમાં હજી ઘણું હાંસલ કરવાનું હતું. જે મેળવ્યં હતું.