Home Videos Latest News Web Story

મુંબઇ: જાણીતા નિર્દેશક મણિરત્નમ દ્વારા નિર્દેશિત પોનીયિન સેલ્વન પાર્ટ-2 થિયેટરોમાં સારી રીતે છવાઈ ગઈ છે. ફિલ્મના પહેલા ભાગ પછી ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોતા  હતા. PS-2 ફરી એકવાર ચિયાન વિક્રમ, ઐશ્વર્યા રાય, જયમ રવિ, કાર્તિ, ત્રિશા અને શોભિતા ધુલીપાલાને તેમના અભિનયને નેક્સટ લેવલ બતાવે છે. આ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.. આ ફિલ્મે અત્યાર સુધીમાં તેણે ટિકિટ બારી પર 48 કરોડનું કલેક્શન કર્યું છે. આ દરમિયાન ઐશ્વર્યાના પતિ અભિષેક બચ્ચને  ફિલ્મની સમીક્ષા કરી હતી.

પીએસ 2 જોયા પછી, તેણે મણિરત્નમની ફિલ્મના જોરદાર વખાણ કર્યા હતા. થિયેટરમાં સ્ટાર કાસ્ટ સાથે ફિલ્મ જોયા પછી, અભિષેકે ટ્વિટર પર ટીમ માટે એક ખાસ નોંધ લખી હતી. ઉપરાંત, તેણે ઐશ્વર્યાની સુંદરતા અને અભિનયની પ્રશંસા કરવાની સાથે તેના અભિનયને ફિલ્મમાં શ્રેષ્ઠ ગણાવ્યો હતો.

તેણે પોસ્ટમાં ટ્વીટરની પોસ્ટમાં લખ્યું, કે “PS2 એક શાનદાર ફિલ્મ છે!!! મારી પાસે પ્રશંસા કરવા માટે શબ્દો નથી. હું અભિભૂત છું સમગ્ર ટીમ મણિરત્નમ, વિક્રમ, ત્રિશા, જયરામ, કાર્તિ અને ફિલ્મ સાથે સંકળાયેલી બાકીની કાસ્ટ અને ક્રૂને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.. મને મારી પત્નીના શ્રેષ્ઠ પ્રદર્શન પર ગર્વ મહેસુસ થાય છે. 

આ ટ્વીટ પર એક યુઝરે તેને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો, જેનો અભિષેકે જડબાતોડ જવાબ આપ્યો. યુઝરે લખ્યું, "હવે તેને વધુ ફિલ્મો સાઈન કરવા દો અને તમે આરાધ્યાનું ધ્યાન રાખો." યુઝરના આ ટ્વીટનો યોગ્ય જવાબ આપતા અભિષેકે કહ્યું, "તેને સાઈન કરવા દો? સાહેબ, તેમને કંઈપણ કરવા માટે મારી પરવાનગીની જરૂર નથી. ખાસ કરીને તે જેને પ્રેમ કરે છે તેના માટે.

આ અગાઉ પણ અભિષેકને ટ્રોલ કરવામા આવ્યો હતો, પણ તેણે આલોચકોને વળતો જવાબ  આપવાની સાથે ઐશ્વર્યાનો પક્ષ લીધો છે.  સાથેસાથે તે એક પતિ અને પિતા તરીકે પણ સારી ભૂમિકા ભજવી રહ્યો છે.


જણાવી દઈએ કે આ બીજી વખત છે જ્યારે વિક્રમ અને ઐશ્વર્યાએ કોઈ ફિલ્મમાં સ્ક્રીન  શેર કરી છે. આ પહેલા બંને મણિરત્નમની ફિલ્મ રાવણમાં પણ સાથે જોવા મળ્યા હતા. PS 2 એ 1955માં કલ્કી કૃષ્ણમૂર્તિની સમાન નામની નવલકથા પર આધારિત બનેલી ફિલ્મ  છે. આ ફિલ્મ મદ્રાસ ટોકીઝ અને લાયકા પ્રોડક્શનના બેનર હેઠળ બની છે.