મુંબઇ: આલિયા ભટ્ટને સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીમાં તેના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો છે. એવોર્ડ જીત્યા બાદ આલિયાએ એવોર્ડ ફંક્શનનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને તેની લાગણી વ્યક્ત કરી છે. . આલિયા ભટ્ટે ફિલ્મના દિગ્દર્શક સંજય લીલા ભણસાલી, રણબીર કપૂર અને રાહાનો આ પ્રવાસમાં સતત સાથ આપવા બદલ દિલથી આભાર માન્યો હતો.
આલિયા ભટ્ટ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીમાં સેક્સ વર્કરની ભૂમિકામાં હતી. આ ફિલ્મને બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ ડિરેક્ટરનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. ફિલ્મફેરના શો દરમિયાન આલિયા બ્લેક મરમેઇડ ગાઉનમાં જોવા મળી હતી અને જાણીતી અભિનેત્રી રેખાએ તેમને આ એવોર્ડ આપ્યો હતો.
સોશિયલ મીડિયા પર એવોર્ડનો ફોટો શેર કરતા આલિયાએ લખ્યું કે જે દિવસે અમે ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું, મારા હાથ ધ્રૂજી રહ્યા હતા અને મારું હૃદય ભરાઈ ગયું હતું. મને યાદ છે કે હું મારા ક્રૂને કહેતી હતી કે મને ખબર નથી કે આ ફિલ્મ હિટ રહેશે કે ફ્લોપ, પરંતુ હું આ ફિલ્મના શૂટિંગનો અનુભવ હંમેશ માટે યાદ રાખીશ.
સંજય સરના માર્ગદર્શન હેઠળ શીખવું એ મારા માટે બ્લોકબસ્ટર છે- આલિયા
તેણે સોશિયલ મિડીયાની પોસ્ટમાં આગળ લખ્યું કે સંજય સરના માર્ગદર્શન હેઠળ હું ઘણુબધું શીખી છુ અને મેં ઘણી પ્રગતિ કરી છે. .આ મારી બ્લોકબસ્ટર છે. જ્યારે હું એ સેટમાંથી બહારઆવી ત્યારે મને અહેસાસ સાથએ લાગણી થઇ કે હું એક વ્યક્તિ તરીકે ઘણો બદલાઈ ગઈ છું અને આ બધું એટલા માટે જ શક્ય બન્યું કારણ કે શાનદાર ટીમ હતી. ઉલ્લેખનીય છે તેણે અનેક પડકાર રૃપ ભુમિકા ભજવી છે, જેમાંગંગુબાઇનું પાત્ર તેના માટે ખુબ ટફ હતું પણ સંજય લીલા ભણસાલીએ તેને આબેહુબ ગંગુબાઇના પાત્રમાં ઢાળી દીધી હતી.
આલિયા ભટ્ટે ને તેના આ એચિવમેન્ટ બદલ અનેક શુભેચ્છાઓ પણ મળી રહી છે. ખાસ કરીને તેની આ સફળતા પર રણબીર કપુર અને નીતુ કપુર ખુબ જ ખુશ છે. આલિયા ભટ્ટ લગ્ન બાદ તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને ખુબ જ સારી રીતે હેંડલ કરી રહી છે. જે તેની સફળતાનો એક ભાગ છે.