Home Videos Latest News Web Story

અમદાવાદમાં બની રહેલા અનેક પ્રકારના સાઇબર ફ્રોડ એટલે કે, ન્યૂડ વીડિયો કોલ, વર્ક ફ્રોમ હોમ, વસ્તુઓના પેકિંગ, આર્મીની ઓળખ આપી થતાં ફ્રોડને લઇને નોંધાયેલી ફરિયાદોના આરોપીઓને પકડવા માટે સાયબર ક્રાઇમ અને SOGની અલગ અલગ ટીમોએ છેલ્લા એક અઠવાડિયાથી રાજસ્થાનના અલગ અલગ જિલ્લાઓમાં એક ખાસ ઓપરેશન હાથ ધર્યું હતું.જેમાં ન્યૂડ વીડિયો કોલ, આર્મીની ઓળખ આપી છેતરપિંડી કરતા ચાર આરોપીઓની ધરપકડ કરી છે.ખાસ ઓપરેશનમાં પોલીસની ટીમોએ વેશ પલટો કરીને ગામડાઓમાં આરોપીઓને શોધવા પહોંચ્યા હતા. એક ગ્રામ્ય વિસ્તારમાં આરોપીની ધરપકડ કર્યા બાદ સ્થાનિકોએ પોલીસ પર હુમલો પણ કર્યો હોવાનું સામે આવ્યું હતું. આ ઓપરેશનમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં બે કિશોરનો પણ સમાવેશ થાય છે.આરોપોની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ આરોપીઓએ ફક્ત અમદાવાદ જ નહીં પણ અન્ય જિલ્લાઓના લોકોને સાઇબર ફ્રોડનો શિકાર બનાવ્યા છે. 

આરોપીઓ પાસેથી કબ્જે લેવાયેલા 8 જેટલા મોબાઈલમાંથી અનેક ફ્રોડની માહિતી પણ સામે આવી છે. પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે આ આરોપીઓ ફક્ત એક જ પ્રકારનો ફ્રોડ નથી કરતા પણ અલગ અલગ પ્રકારના ફ્રોડ કરવામાં માહિર છે. આ ઉપરાંત અલગ અલગ લોકોના બેન્ક એકાઉન્ટમાં પણ રૂપિયા જમાં થયા હોવાની માહિતી મળી આવી છે. આરોપીઓ પાસેથી મળેલા મોબાઇલનો જે ડેટા ડિલીટ કર્યો છે તેને પણ રિકવર કરી અન્ય ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવશે.આરોપીઓ ન્યૂડ કોલ કર્યા બાદ તેનું સ્ક્રીન રેકોર્ડિંગ વાઇરલ કરી દેવાની ધમકી આપતા હોય છે. આ ઉપરાંત નકલી પોલીસ અધિકારીની ઓળખ પણ આપે છે અને વીડિયો કોલમાં જે યુવતી સાથે વાત કરી હતી તેને આપઘાત કરી લીધો છે. તે કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લોકોને બ્લેક મેઈલ કરી લાખો કરોડો રૂપિયા પડાવવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ​​​​​​​

રાજસ્થાનના ભરતપુર જિલ્લાના મેવાત વિસ્તાર તેમજ હરિયાણાનાં મેવાત વિસ્તારનાં અલગ અલગ ગામોમાંથી સાયબર ગઠિયાઓ લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. ખાસ કરીને જે પ્રકારે જામતારામાંથી સાઇબર ફ્રોડ થતાં હતાં, તેને જોઈને હવે રાજસ્થાન હરિયાણા બોર્ડના ગામડામાંથી પણ આ પ્રકારે સાયબર ફ્રોડ થવા લાગ્યા છે. ખાસ કરીને વ્યુડ વીડિયો કોલ, બેન્ક ફ્રોડ કોલ તેમજ કોણ પણ વસ્તુના પેકિંગ માટે જોબ વર્ક આપવાના બહાને લોકો પાસેથી પૈસા પડાવી લેવામાં આવે છે. આ ઉપરાંત વર્ક ફ્રોમ હોમ અને યુટ્યુબ પર વીડિયો લાઈક કરી પૈસા કમાવવાની લાલચમાં પણ લોકો સૌથી વધુ પૈસા ગુમાવી રહ્યાં છે. 

બોક્ષ સાયબરમાં અલગ-અલગ ત્રણ ફરિયાદો નોંધાઈ હતી

શહેરમાં રહેતા એક વૃદ્ધે પોતે ન્યૂડ વીડિયો કોલનો શિકાર બન્યાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં વૃદ્ધ પાસેથી અઢી કરોડથી વધુની રકમ પડાવી લીધી હતી. બીજી ફરિયાદમાં આર્મીના કેમ્પમાં એર કંપ્રેસર ખરીદ કરવાનું કહી આર્મીના નિયમ મુજબ ક્રેડિટ એડવાન્સ પેમેન્ટ કરવાનું કહી છ લાખથી વધુની રકમ પડાવી લીધી હતી. જ્યારે ત્રીજી ફરિયાદમાં વર્ક ફ્રોમ હોમમાં નટરાજ પેન્સિલનું પેકિંગ કામ કરવાનું કહી અલગ અલગ પ્રકારની ફી ભરાવી 9 હજારથી વધુની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. 





Tags: army , video call