Home Videos Latest News Web Story

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કોઠા તલાવડી ગામમાં રહેતા એક યુવક પર તેના જ ગામમાં રહેતી યુવતીએ એસિડ ફેંક્યાની અને તેના પરિવારજનોએ માર માર્યાની ફરિયાદ બગોદરા પોલીસ મથકે નોંધવામાં આવી છે. તો યુવતી એ નોંધાવેલી ક્રોસ ફરિયાદમાં યુવકે છેડતી કરતા જેને સ્વ બચાવમાં તેની પાસે રહેલો એસિડ ફેંક્યાનો ખુલાસો કર્યો છે. હાલ બગોદરા પોલીસે આ બંને ફરિયાદના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

બાવળા તાલુકાના કોઠા તલાવડી ગામમાં રહેતો 25 વર્ષીય દિનેશભાઈ સોલંકી બુધવારે સાંજના સમયે તેના ગામમાં આવેલી બજારમાં ઓટલા પર બેઠો હતો. તે સમયે ગામમાં જ રહેતી ધર્મિષ્ઠા નામની યુવતી તેની બહેન સાથે ત્યાંથી પસાર થઈ હતી. અને ધર્મિષ્ઠાએ દિનેશને ટોણો મારીને કહ્યું કે કોઈ કામ ધંધો નથી કે અહીંયા બેઠો છે. જેથી જવાબમાં દિવસે કહ્યું હતું કે આ બજાર કોઈના બાપની નથી. આ વાતથી નારાજ થઈને ધર્મિષ્ઠાએ તેના થેલામાં રહેલી એસિડ ની બોટલ કાઢીને દિનેશ પર ફેંકી દીધી હતી. જેના કારણે તે છાતી અને પીઠના ભાગે તેમ જ ચહેરાના ભાગે દાઝી ગયો હતો. આ સમયે બૂમોબૂમ થતા ધર્મિષ્ઠાના માતા પિતા અને પરિવારના સભ્યો આવી ગયા હતા અને તેમણે પણ દિનેશ પર હથિયારો વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ તેઓ ધમકી આપીને નાસી ગયા હતા. બીજી તરફ દિનેશને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો . આ હુમલામાં તેને હાથમાં ફ્રેક્ચર પણ થયું હોવાનું અને એસિડના કારણે જ પણ થઈ હતી.


બીજી તરફ ધર્મિષ્ઠાએ ક્રોસ ફરિયાદ નોંધાવી છે કે તે પસાર થઈ રહી હતી ત્યારે દિનેશે તેની છેડતી કરતા પોતાના બચાવ માટે એસિડની બોટલ ફેકી હતી. બગોદરા પોલીસે આ બંને ફરિયાદમાં નોંધાવેલી બાબતોને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે.